Skip to main content

Posts

Showing posts from October, 2023

में वो ही हूँ जो तुमने कभी पाया था

जब-जब मरण है तब-तब जनम है तू किसको अभिवादन कर रहा है में हूँ क्या, कभी ख़ुद को जान पाया है मेरा मुझमे ही है जो तेरा तुझमे है जो उसका मुझमे है तो उसका ही तुझमे है न करो चिंता अलग-अलग होने की में वो ही हूँ जो तुमने कभी पाया था कमलम्

છલકાયેલા વિચારો ૨

અથાણાંનાં પાલવે કમનસીબી ઢાંકી દીધી નસીબી ઢાંકે જ ઢંકાત તો દુર્ગા સુરજ ને જ બાળી નાખત. મને લાગે છે તમને ક્યારેક મારા ઉપર બોવ ખીજ આવતી હ્ય્શે.... કે આ મારો હાળો દુનિયા જોઈ નથી ને ધડ દઈને વાત ફેરવી નાખે.... ઢોળાઈ જવાનો મને શોખ છે જો મને ભેગું કરી લે કોઈ એટલે જ ભેગું કરવાવાળો/કરવાવાળી બનવું, બધા હસ્તે મોઢે જીવવા દયે કારણકે કે, જે ભેગું કરે, એનું કૈંક ઢોળાય જ નઈ, જે ઢોળાય ઈ બીજાનું અને રહી જાય એ પોતાનું.... અને આમેય તમે માર્ક કરજો, પોતાનું ખરેખરું તો ઢોળાતું જ નથી... બીજાનું આપેલું જ ઢોળાય છે. ખોટી જગ્યા એ નિસ્વાર્થ અને સાચી જગ્યા એ સ્વાર્થી બની ગયાનો મને શ્રાપ છે. એ મારા નાથ, મુજને સ્વાર્થી પણ તારો બનાવ ને નિશ્વાર્થ પણ તારો બનાવ... કાશ રાજકોટની ચટણી દુનિયાદારીના ભજીયા હારે ભળતી હોત... આસાની થી ગળે તો ઉતરત મને ભાવે છે એવું હવે પૂછો નહીં... જે મળે એ લઇ લેવાનો આગ્રહ મેં રાખ્યો છે. છાની છુપે ઓકી નાખવાનો આગ્રહ મેં પાળ્યો છે. રાજકોટની રાજ સાહિબી કોટ સુધી, ને રંગ પ્રાણ સુધી... તે જાય જ ને... ચટણી વિદેશમાં, ન્યાય પચાવું તો પડે જ છે ને... મારી હાલત શ્રી શાહ્બુધ્ધીન રાઠોડ સાહેબના ભત્રીજા જેવી થઇ ગઈ ...

છલકાયેલા વિચારો ૧

બ્રહ્માંડમાં જેનું અસ્તિત્વ છે તે તમામ એ બ્રહ્માંડીય ઉર્જાનું એક પ્રતિબિંબ છે. ફક્ત મનુષ્ય જ નહીં. માણસ કે તમામ જીવ આ પૃથ્વી ઉપર જેઓ હવાથી શ્વાસ લે છે તેઓ હવા વગર જીવી શકે? હવા પોતે શેનો શ્વાસ લઈને જીવે છે? મને આનંદ છે કે તમારી અંદરની એટલે કે અંતરની યાત્રા શરુ થઇ ગઈ છે. જેટલા શાંત થશો એટલો જ બ્રહ્મનાદ તમને વિદ્વત કરશે અને અનુભૂતિ થશે. થોડો સમય આ હાડમાસથી બનેલાં થોથામાં જે ભરાયેલું હશે એ દિમાગી તંત્ર દ્વારા તમને ઉજાગર થશે. લગભગ આ સ્ટેપમાં સારા સારા ફરીથી ગભરાઈ ને બહાર આવી જાય છે. પરંતુ તમને સહેજપણ વાંધો નહીં આવે. તમારા સહજાનંદ તમારી સાથે છે. એટલે જ કર્મયોગ સ્થાપિત થયો છે. આ અવસ્થામાં ઈશ્વરીય પ્રકૃતિ સાથે કાર્યરત રહેવાથી ૧૦ એ દિશામાં તમારી ચૈતિક પ્રગતિ થશે. ચૈતિક એટલે આ શારીરિક નહીં પરંતુ તમારી આભા વધશે.... તમે પોતે સૂર્ય બનવા જઈ રહ્યા છો શક્તિ. અને એ શક્તિનું વર્તુળ વધી રહ્યું છે. આનંદો.... ઈશ્વરીય એટલે ધર્મ નહીં, પરંતુ તમે, તમે પોતે, એક સહજ વ્યક્તિ કે જે સોનલ છે. મૂળે, તમે ખુબ જ પવિત્ર અવસ્થામાં છો, તમારા ખરા અને સ્વાભાવિક અવસ્થામાં. જ્યાં કોઈ ગંદવાડ નથી હજીયે સોનલ જીવિત છે. એનથી પણ પર...

मैं, कोयला

हीरे की तलाश में, मैं सिर्फ कोयला बना रह गया सुना है कोयले को अंदर से जलते रहने की तरकीब साथ हाती है जलना तो सिर्फ उनके लिए था जो बाहर से देख रहे थे बल्कि में तो अपने हर निशान को मुक्त करे जा रहा था उस जलन में सुना है कोयले की कालिक आँखों से देखि नहीं जाती है पर वहीँ आँखों को रोशन करती है किसीका काजल बनकर कोयला ही तो हु समजकर किसीने ठोकर मार दी तो किसीने मुझ में औषध मिलाकर धुप में सामिल कर लिया अपने आप को ही समजने में मैं धोका खा गया था में हिरा ही था मैं जो जलने में काबिल था और मोक्ष के हाथो में था #कमलम

અંતરનો વહેણ ૯

તપતી ગરમીમાં છાંયડાની અભિલાષા વ્યાજબી છે. છાંયડો ગોતવા રવી સામું થવું એ બંધન છે. ગરમીની કવિતાઓ કેટલીયે લખી નાખી મેં પરસેવો કેટલોય પાડી નાખ્યો મેં છતાં જે રહી ગયું એ જે છાંયડો હતો જે મારા લીધે હતો #કમલમ ક્યારેક ગરમીનો સહન થાય ને ત્યારે તમારા છાયડામાં જે છે એનું વિચારજો.... રવી ને તો મારા જેવા ઘણાં છે. પણ મારા છાંયડા ને મારા જેવી કેટલી? #કમલમ

અંતરનું વહેણ ૮

દુઃખના દરિયામાં ડૂબકી મારી ને,જોયું મધદરિયે સુખના મોતીઓ જડયા #સોનલ હજી મધદરિયે જ આટલું મળી ગયું, અંતે? કેટલુંય હય્સે. જે ગોતો છો એ અંદર જ છે. એજ મળશે જે છે. અને એજ છે જે જોઈએ છે. અને એજ હોય છે જે જોતું હોય છે. #કમલમ

અંતરનું વહેણ ૭ : તમે ત્યાં છો...!

વગર તાળીએ નાદ ઉભો કરતાં આવડ્યો છે. તમે ત્યાં છો અને હું અહિયાં છું અને મને તોય રાસ રમતાં આવડ્યો છે. આભ શું, અગ્નિ શું, વાયુ શું, પૃથ્વી શું, પાણી શું? હું એની પર છું અને પર રહીને જીવતા આવડ્યું છે. તમે ત્યાં છો.... બધામાં હું એક જ છું અને એકમાં આ બધું છે, એ સમજી ન શક્યો તોય મને એણે બધાં માં રાખ્યો છે. તમે ત્યાં છો.... અનંતતાથી બ્રહ્માંડની સમજણ મળી છે. એજ અનંત આપણી વચ્ચે છે એવી ખોટી માહિતી મળી છે. તમે ત્યાં છો.... રહેતા શીખવું, જીવતા શીખવું એ અતૃપ્તિની નિશાની છે. હવે આપવાં જ બેઠા છીએ એવું જીવતા આવડ્યું છે. તમે ત્યાં છો.... #કમલમ

અંતરનું વહેણ ૫

પ્રકૃતિ વલ્લભે તો મન બનાવ્યું થયું કે હું રહીશ દરેકમાં મનનાં દરિયામાંથી એટલા શંખ નીકળ્યા કે એનો અવાજ બેસી ગયો વલ્લભ ને થયું કે આ શું થયું? મનને બનાવી ને મનમાં જ સ્થાપિત થઇ ગયો હતો મનને પાર જઈને જોયું તો સમુદ્ર પણ એ હતો, શંખ પણ એ હતો, અને અવાજ પણ એજ હતો. #કમલમ

અંતરનું વહેણ ૪

શું કામ હેરાન થાય છે જીવ તું માલિક તો નથી નથી તું કોઈનો નોકર નથી તું એ જે તું માને છે. નથી તું એ જે તું ઇનકાર કરે છે. તું જયારે-જયારે હારે છે ત્યારે ત્યારે જે વધે છે એ તું છે. #કમલમ

અંતરનું વહેણ ૩

જયારે ઢાળ મળે છે ત્યારે વહેણો નો સંગમ થાય છે. વહેણનું ઉદગમ ભલે વિરોધી હોય પણ પણ, સંગમ ત્યારે જ સંભવ છે જયારે દિશા સાગર હોય છે, બંનેની! #કમલમ

અંતરનું વહેણ ૨

વળતાં પ્રવાહમાં ડૂબકી મારવી નહીં સીધાં પ્રવાહમાં ડૂબકી ની આશા ન રાખવી કિનારે બેસીને છબછબિયાં કરી લેવાં વધારે ભીનાં થવું નહીં ને કોઈને સુકા રાખવા નહીં #કમલમ

मेरा आसियाना उसे अपना सा लगा

  उस दोपहर मेरा आसियाना उसे अपना सा लगा उसे पता है की बस दो घडी की बात है सूरज सर पर है और सपने उससे भी उपर अभी तो इतना भी नहीं हु की सूरज को देख पाऊं थोड़ी देर यहा बैठ लू फिर सपनों की और बढ़ता हूँ मुझे पता है की सूरज रोज आता है मेरे सर पर मुझे यह भी पता है आप जैसे है मेरे लिए छत पर #कमलम (यह चित्र देखने के बाद निकली हुई आह!)