Skip to main content

Posts

Showing posts from May, 2023

કર્મયોગની અનુભૂતિ

તમે કોઈપણ અવસ્થામાં હો પણ જો કૈંક મન દઈને શીખી રહ્યા હોવ તો તમે ક્યાંક ને ક્યાંક શ્રી કૃષ્ણનાં નિષ્કામ કર્મ અથવા કર્મયોગ તરફ જઈ રહ્યા છો. ક્યારેય અનુભવ્યું છે કે, જયારે ખરેખર તમે મન લગાડીને કોઈ જ્ઞાન પામી રહ્યા હોવ ત્યારે એ જ્ઞાનનું તમે શું કરશો અને એ કેવી રીતે તમને મદદમાં આવશે એની ચિંતા હોતી જ નથી. હા, શીખવાની શરૂઆતમાં કદાચ આ વિચારો હોય પરંતુ જેમ જેમ તમારું ધ્યાન શીખવામાં સંપૂર્ણપણે લાગી ગયું હોય ત્યારે તમે આવેલ જ્ઞાનના સંદર્ભે એકદમ નિશ્ચિંત થઇ જાવ છો અને એટલે જ એ પડાવ પાર કરી લીધા પછી જયારે તમે તમારા જ્ઞાનનો પ્રયોગ કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમે સંપૂર્ણતઃ સફળતા મેળવો છો. બસ એજ છે કર્મ યોગ...! #કમલમ